કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સરકારી ITI કાજ ખાતે “ડ્રગ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નશામુક્તિ અને કાનૂની જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓને ગાંજો, ચરસ, હેરોઇન, કોકેઈન સહિતના નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. નશાની લત ધરાવતા લોકોને સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસન તરફ દોરી જવા અપીલ કરાઈ હતી.










































