જાફરાબાદ તાલુકાના લોર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર કડિયાળીના સેજા હેઠળ કૃમિનાશક ગોળી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોર ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો તથા વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મયુરભાઈ ટાંક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગેશ્રીના મેડિકલ ઓફિસર ડો. ભગીરથભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો.