લીલીયામાં સરકારી આટ્‌ર્સ અને કોમર્સ કોલેજ ખાતે RUSA (National Higher Education Mission) અને IQACના સંયુક્ત ઉપક્રમ હેઠળ તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ” વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. ભારતના “લોખંડી પુરુષ” તરીકે ઓળખાતા સરદાર પટેલના સ્વાતંત્ર્ય આંદોલન, રાષ્ટ્રીય એકતા અને રજવાડાઓના એકીકરણમાં તેમના અવિસ્મરણીય યોગદાન પર વિશદ ચર્ચા કરવામાં આવી. સેમિનારમાં દેશભરના ઇતિહાસવિદો, વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો હાજર રહ્યા હતા. ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં તેમની ભૂમિકા, રાષ્ટ્રીય એકતાના નિર્માણ અંગે મંતવ્યો રજૂ થયા હતા.