સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઐતિહાસિક પીપળીધામ હવે વિધિવત રામદેવપીર પીઠ તરીકે ઓળખાશે. રામદેવપીર બાપાના પ્રાગટ્ય દિવસે તા.૨૧ સપ્ટેમ્બરે ભક્તરાજ વાસુદેવ મહારાજનો જગતગુરુ રામદેવાચાર્ય તરીકે શ્રેષ્ઠત્તમ પદ અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ અખાડાના સાધુ-સંતો, મહામંડલેશ્વરો, મંડલેશ્વરો સહિત ૪૦ હજારથી વધુ સેવક સમુદાય અને હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. પીપળીધામને રામદેવપીર પીઠ તરીકે નવી ઓળખ મળતા ઉપસ્થિત સંતો અને ભાવિકોમાં આનંદ જોવા મળ્યો હતો.






































