અમરેલી-૨ ઘટક હેઠળ આવતા વડેરા ગામમાં ૈંઝ્રડ્ઢજી વિભાગ દ્વારા ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને ફળ અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું, સાથે વાનગી નિદર્શન, શૈક્ષણિક રમકડાં અને બાળકોના પોર્ટફોલિયોનું નિરીક્ષણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓ સાથે ‘સુપોષણ સંવાદ’ યોજી પોષણ અંગે માર્ગદર્શન અપાયું. કિશોરીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજી વિજેતાઓને ઇનામ અપાયા, અને કુપોષણમુક્ત તથા નિયમિત હાજર રહેતા બાળકોને પ્રોત્સાહિત કરાયા. કાર્યકર, હેલ્પર અને આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ‘કહાની બદલાવ કી’ સત્રમાં કિશોરીઓ અને માતાઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને સૌએ ‘પોષણ શપથ’ લીધા.







































