સાવરકુંડલામાં રૂમમાં સુતેલા પ્રૌઢ પર બોથડ પદાર્થથી જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પ્રવિણભાઈ માધવજીભાઈ તળાવીયા (ઉ.વ.૬૨)એ બે અજાણ્યા માણસો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે જમીને રૂમમાં સુતા હતા, તેવામાં બે અજાણ્યા માણસોએ કોઈ અગમ્ય કારણોસર ઘર અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ તેમના પિતાના રૂમમાં જતાં તેઓ જાગીને ઉભા થવા જતાં જાનથી મારી નાંખવાના ઇરાદાથી બોથડ પદાર્થ વડે માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. પી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.






































