સાવરકુંડલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના સંદર્ભે વિશેષ સહકાર સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વેપારી બેંક પેનલના તમામ સભ્યો અને ડિરેક્ટરોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગોવિંદરામ બાપુ, પૂજ્ય શંભુગીરી બાપુ, પૂજ્ય ઘનશ્યામબાપુ અને પૂજ્ય કરશનબાપુ સહિત સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી, દાનુબાપુ ખુમાણ, હસુભાઈ સૂચક, મહેશભાઈ જયાણી તથા વિજયભાઈ ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર કિરીટભાઈ દવે, હિતેશભાઈ સરૈયા, જીગ્નેશભાઈ ભરાડ તથા તમામ પેનલના ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.








































