લાઠી તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લાઠીના ઘામેલ, મેમદા, કાચરડી, નવાગામ અને આંબરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અચાનક વરસેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોનું વાતાવરણ બદલાઈ ગયું હતું અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.લાઠી તાલુકાના છેવાડાના વિસ્તારોમાં લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વરસાદના પાણીથી સૂકાઈ રહેલા ખેતીના પાકને પણ રાહત મળી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાક માટે આ વરસાદ ફાયદાકારક રહેવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. વરસાદના અભાવે ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા વચ્ચે વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. ખેતરોમાં વરસાદી પાણી પહોંચતા પાકને નવું જીવન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.બીજી તરફ રાજુલા પંથકમાં પણ આજે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા શહેરમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળતાં લોકોને પણ ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો.
રાજુલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
રાજુલા પંથકના આગરીયા, માંડરડી, ઝાપોદર, ખાખબાઈ અને કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ વરસતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં વરસાદને પગલે ખુશીની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.
લાઠી અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદના કારણે જમીનમાં બપોરના સમયે ધારી પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.