દામનગરમાં વિકાસની સાથે તૂટેલી પાણીની પાઈપલાઈનમાંથી પીવાનું પાણી રોડ પર વહી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પીવાના પાણીના વિતરણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવતી હોવાનો શહેરીજનોનો મત છે, પરંતુ પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ સર્જાય ત્યારે સમયસર રીપેરીંગ ન થવાથી પાણીનો મોટાપાયે વેડફાટ થાય છે. શહેરમાં સદાબહાર રેસ્ટોરન્ટની બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈન છેલ્લા કેટલાક દિવસથી તૂટેલી હોવાનું જણાય છે, જેના કારણે સતત પાણી રોડ પર વહી રહ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક પાઈપલાઈનનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.





































