ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામે થોડા દિવસ પહેલાં સિંહણના હુમલાથી પોતાના પશુધનને બચાવનાર પશુપાલક શામજીભાઈનું સરપંચ અલરખાભાઈ તથા પત્રકાર મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શામજીભાઈ બકરાં લઈને ગામ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સિંહણ પાછળ આવી બકરાનો શિકાર કરવાની તક શોધી રહી હતી. જોકે શામજીભાઈએ માત્ર લાકડી અને છત્રીની મદદથી સિંહણને દૂર રાખી તમામ પશુધનને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્‌યું હતું.