ગુજરાત સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સતત મળી રહે તેમજ સરકારી સેવાઓ રહેઠાણની નજીક અને તે જ દિવસે ઉપલબ્ધ થાય તે હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા શહેરી સેવાસેતુ કાર્યક્રમના ૧૨મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૩ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી અમરેલી નગરપાલિકા કચેરી ખાતે તથા તા. ૩૦ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી જેશીંગપરા પટેલવાડી, શિવાજી ચોક ખાતે કાર્યક્રમ યોજાશે.
અમરેલી શહેરના તમામ વોર્ડના નાગરિકો અને લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.