જાફરાબાદમાં જમાઈએ સસરાને જાપટ મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે રમેશભાઇ પાચાભાઇ પરમાર (ઉ.વ.૫૮)એ બાબરકોટ ગામે રહેતા રવજીભાઇ આતુભાઇ સાંખટ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દિકરી અંજલીબેનના લગ્ન આરોપી સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમની દિકરીને આરોપી સાથે માથાકુટ થઈ હોવાથી હાલ તેમની દિકરી અંજલીબેન તથા તેમની દિકરી અન્વી તેમના ઘરે રહેતા હોવાથી આરોપીને ગમતું નહોતું. તેઓ પોતાની દિકરીની દિકરી અન્વીને તેડીને કોલોનીના ગેઇટ પાસે ઉભા હોય તે દરમ્યાન આરોપીએ ત્યાં આવી અન્વીને ખેંચી લેવાની કોશિષ કરી હતી પરંતુ તેમણે અન્વીને આપી નહોતી, જેથી આરોપીએ તેમની સાથે બોલાચાલી કરી એક ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રવજીભાઈ આતુભાઈ સાંખટ (ઉ.વ.૨૮)એ રમેશભાઈ પાચાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીની દિકરી દોઢેક વર્ષથી તેમના પિયરે રીસામણે હતી અને તેની દિકરી તેની સાથે હતી. આરોપી તેની દિકરીને તેડીને ઉભા હતા. જેથી તેઓ દિકરીને રમાડવા જતા આરોપીએ કહ્યું કે દીકરી તો તને મળશે જ નહીં તારાથી થાય તે કરી લે કહી એક ઝાપટ મારી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબ આર બી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































