બગસરા ડેપો ખાતે અકસ્માત નિવારણ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ બગસરા ડેપો મેનેજરની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન વાહનચાલકો અને કર્મચારીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઓવરટેકિંગ, ઝડપથી વાહન ચલાવવું અને ટ્રાફિક નિયમોના ભંગથી થતા અકસ્માતો અંગે સમજ આપવામાં આવી હતી. અકસ્માતો અટકાવવા સૌએ જવાબદારીપૂર્વક વાહન ચલાવી માર્ગ સલામતી જાળવવા અપીલ કરવામાં આવી હતી.








































