રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલા સુરાપુરા ધાના દાદાના મંદિરમાંથી છત્તરની ચોરી થઈ હતી. આ અંગે નવી માંડરડી ગામના પુરુષે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. કથડભાઇ કુંભાભાઇ બલદાણીયા (ઉ.વ.૬૨)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલા બલદાણીયા પરિવારના સુરાપુરા ધાના દાદાના મંદિરમાં સુરાપુરા દાદાને અલગ અલગ ભક્તોએ ધાર્મીક અર્પણ તરીકે ચડાવેલા નાના-મોટા કુલ-૫૫ થી ૬૦ ચાંદીના છત્તરોની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની અંદાજીત કિ.રૂ.૮૫,૦૦૦ જાહેર થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































