રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધોરાજી એસટી ડેપો તથા વર્કશોપ ખાતે ડ્રાઇવર, કંડક્ટર સહિત સ્ટાફ માટે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો.
ધોરાજીની ખાનગી આંખની હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કેમ્પમાં તબીબી ટીમે કર્મચારીઓની આંખોની તપાસ કરી હતી. ડેપો ખાતે બપોરે ૧થી ૨ વાગ્યા દરમિયાન યોજાયેલા કેમ્પમાં અંદાજે ૪૦ જેટલા કર્મચારીઓએ આંખોની તપાસ કરાવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર પી.એલ. ડાંગર, એટીઆઈ દિનેશ પટેલ, પ્રકાશ ગાલોરિયા સહિત ડ્રાઇવર, કંડક્ટર તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દ્વારા કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે કાળજીનો સંદેશ આપવામાં આવ્યો હતો.








































