કોડીનાર તાલુકાના વેલણ-માઢવાડ બંદર વિસ્તારના દરિયાકાંઠે પ્રસ્તાવિત ઈન્ટિગ્રેટેડ સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ માટે જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ભારત સ્પેસ વ્હીકલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વેલણ ગામની સર્વે નં. ૩૮૪ પૈકી ૧૨ની આશરે ૧૯૪ હેક્ટર ગૌચર જમીનની માંગણી કરાઈ છે. કોડીનાર મામલતદારે જમીન ફાળવણી માટે ગ્રામ પંચાયતનો સંમતિ ઠરાવ અને NOC માંગ્યો છે. જોકે, પંચાયતે જણાવ્યું છે કે વિકાસ અને રોજગારીની સંભાવનાઓ ધરાવતા પ્રોજેક્ટનો વિરોધ નથી, પરંતુ ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો, માછીમારો, પર્યાવરણ અને સલામતી અંગે સંપૂર્ણ ખાતરી બાદ જ સંમતિ અપાશે. પંચાયતે પ્રોજેક્ટની DPR, જમીનની જરૂરિયાત, વળતર, સરકારી મંજૂરીઓ, રોજગારી,CSRતથા જાહેર સુવિધાઓ પર થનારી અસરની વિગતો માંગી છે.







































