ધોરાજી નગરપાલિકા હદમાં ચાલુ વરસાદ દરમિયાન સિમેન્ટ રોડનું કામ કરવામાં આવતા બેદરકારીના આક્ષેપો થયા છે. પોસ્ટ ઓફિસથી હોકળા કાંઠા વિસ્તારમાં ખોદાયેલા રોડ પર પાણી અને કાદવ ભરાયેલા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના ધાર્મિક માતુકિયાએ કામગીરીની તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઉદય નિશિતે સ્થળ તપાસ અને થર્ડ પાર્ટી તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસમાં ખામી જણાશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ફરી કામગીરી કરાવવામાં આવશે.









































