ગીર સોમનાથ જિલ્લામાં ટીબી ફોરમ અને જિલ્લા કક્ષાની ટીબી મુક્ત ભારત સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર પણ હાજર રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડો. શીતલ રામ પણ ઉપસ્થિત રહ્યા હતા.






































