વડિયાના અમરાપુર ગામે રહેતી કિષ્નાબેન રમેશભાઇ ગેવરીયા (ઉ.વ.૨૫)એ હાલ લીરા, આફ્રિકા રહેતા પતિ ખુશાલભાઇ બાલુભાઇ ભંડેરી, સાવરકુંડલાના નેસડી ગામે રહેતા સસરા બાલુભાઇ મોહનભાઇ ભંડેરી અને સાસુ કાંતાબેન બાલુભાઇ ભંડેરી તેમજ સાવરકુંડલાના જીરા ગામે રહેતા માસીજી રસીલાબેન ભનુભાઇ ચોવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેમના પતિ આફ્રિકા ખાતે રહેતા હતા તે વખતે આફ્રિકા ખાતે ગયા હતા.પતિ સાથે આફ્રિકા ખાતે રોકાયેલા તે દરમ્યાન પતિએ તેમને મારે તને નથી જોઇતી તેમ કહી શરીરે આડેધડ માર માર્યો હતો.
સસરા અને સાસુએ તેમને જમવા બાબતે તથા ઘર કામ બાબતે મેણા ટોણા મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હતો. માસીજીએ પરિણીતાની ચારિત્ર્ય પર આક્ષેપ કરી ગાળો આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.







































