જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર તથા જિલ્લા રોજગાર કચેરી, અમરેલી અને બોટાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ સપ્ટેમ્બર, ગુરુવારે સવારે ૧૦ વાગ્યે ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ સ્થિત અટલ બિહારી ઓડિટોરિયમ હોલ ખાતે ક્લસ્ટર ભરતીમેળો યોજાશે. ભરતીમેળામાં SSC, HSC, સ્નાતક, અનુસ્નાતક, ITI અને ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારોને વિવિધ જગ્યાઓ પર ભરતીની તક મળશે. જેમાં મશીન ઓપરેટર, ટેકનિશિયન, સુપરવાઈઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ મેનેજર, માર્કેટિંગ, બ્રાન્ચ મેનેજર સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.