બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા શોભનાબેન રમેશભાઈ બગડા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના દિકરા સાહિલ સાથે તેની બાજુમાં રહેતા સંજયભાઇ રાઘવભાઇ કોચરા તથા અક્ષયભાઇ રાઘવભાઇ કોચરા સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે બન્ને જણા તેમના પતિ રમેશભાઇ બગડાને ધાક ધમકી આપતા હતા. જેથી તેમના પતિને લાગી આવતા પોતાની મેળે પોતાના ઘરે મરચીમા છાંટવાની ઝેરી દવા પીધી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી આર ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.








































