રાજુલામાં યુવકને છરીના ઘા ઝીંકીને જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢ માર પણ માર્યો હતો બનાવ અંગે વિપુલભાઇ રવજીભાઇ શીયાળ (ઉ.વ.૨૨)એ હાર્દિકભાઇ હિંમતભાઇ શીયાળ, કિશનભાઇ નારણભાઇ શીયાળ, જયદિપભાઇ રામજીભાઇ ચૌહાણ, વિરસંગભાઇ રૂખડભાઇ શીયાળ, યોગેશભાઇ રૂખડભાઇ શીયાળ, રામજીભાઇ બારૈયા, દિલીપભાઇ જીતુભાઇ ધુંધળવા, મહેકભાઇ ધરમશીભાઇ જોળીયા, કમલેશભાઇ નરશીભાઇ ચૌહાણ, જીગરભાઇ વનરાજભાઇ બારૈયા તથા અજાણ્યા બે પુરૂષો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આ હાર્દિકભાઈ શીયાળ જેની સાથે સગાઇ થવાની હોય તે સુખદેવભાઇની દિકરી તેના ફુઇના દિકરા ભાવેશભાઇ ગુજરીયા સાથે ફોનમાં વાતચીત કરતી હતી. જે વાતનો રાગદ્વેશ રાખી ભાવેશભાઇ સાથે સમાધાન કરવાના બહાને આરોપીઓએ કાવતરૂ રચી પ્રાણ ઘાતક હથિયારોથી સજ્જ થઇને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા તેમને તથા સાહેદ રાજુભાઇ તથા સાહેદ દિલસુખભાઇને જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમને મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી બંને કુલાના ભાગે એક એક ઘા માર્યો હતો અને ત્રીજો ઘા પેટમાં મારવા જતા તેમણે હાથથી છરી પકડી લીધી હતી. જેથી જમણા હાથની ત્રણ આંગળી ઉપર ઇજા થઈ હતી. આરોપીએ તેમને તથા સાહેદોને શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































