ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નિમણૂકો પણ પૂરજાશમાં કરવામાં આવી રહી છે. કેમકે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દેશના ૩૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી સંગઠનાત્મક વરણીઓ અંતર્ગત ગુજરાત ભાજપના પ્રભારી તરીકે અગાઉ નિમાયેલા તરુણ ચૂઘ બાદ હવે બે નવા સહ-પ્રભારીઓની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. એટલે કે ભાજપે સહ પ્રભારી તરીકે છત્તીસગઢના આદિવાસી નેતા ગોમતી સાઈ અને દિલ્હીના ધારાસભ્ય અજય મહાવરને ગુજરાત ભાજપના સહ-પ્રભારી તરીકેની મહ¥વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે આદિવાસી જુવાળ રોકવા આદિવાસી સમુદાયના નેતા જવાબદારી સોંપી હોવાની ચર્ચા છે. કેમ કે ગુજરાત ભાજપના નવનીયુક્ત સહ-પ્રભારી ગોમતી સાઈનો છત્તીસગઢના જાણીતા નેતા છે અને હાલમાં છત્તીસગઢ વિધાનસભાની પથલગાંવ બેઠક પરથી ધારાસભ્ય પણ છે. આ ઉપરાંત ગોમતી સાઈ સંગઠન અને સંસદીય રાજકારણમાં વિશાળ અનુભવિ છે. એટલું જ નહિ તેઓ અગાઉ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન છત્તીસગઢની રાયગઢ લોકસભા બેઠકના સાંસદ પણ રહી ચુક્યા છે. આદિવાસી ક્ષેત્રોમાં તેમની સક્રિયતા અને સંગઠનાત્મક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને ગુજરાત જેવા મહ¥વના રાજ્યમાં પક્ષના કાર્યો આગળ ધપાવવાની જવાબદારી સોંપાઈ હોવાની ચર્ચા છે. તે પ્રમાણે દિલ્હીની ઘોંડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અજય મહાવર ને સહ પ્રભારી તરીકે નિયુક્ત આપી છે. જા કે સહ-પ્રભારી અજય મહાવર અગાઉ ૨૦૨૦ બાદ ૨૦૨૫ એમ બે ટર્મથી ધારાસભ્ય તરીકે મોટા મર્જીન દિલ્લીમાં જીત્યા અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં સહ પ્રભારી તરીકે કાર્ય કરશે.
આમ તો દેશભરમાં કરાયેલી વરણીઓમાં ગુજરાતના નેતાઓને પણ વિવિધ રાજ્યોની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશને દિલ્હીના સહ-પ્રભારી બનાવાયા છે. તેમજ ભાજપે રાષ્ટ્રીય સંગઠનમાં મંત્રી તરીકે જવાબદારી રોહન ગુપ્તાને આપી હતી. હવે ભાજપે રોહન ગુપ્તાને બિહારના સહ-પ્રભારી બનાવાયા છે. જ્યારે સંગઠનમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ભાજપ ટીમમાં ઉપપ્રમુખ જવાબદારી મળી છે. હવે વર્ષાબેન દોશીને દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રભારી તરીકે જવાબદરીની સોંપી છે. આમ રાષ્ટ્રીય ભાજપ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં પ્રભારી અને સહ પ્રભારી તરીકેની નિમણુંક પૂર્ણ કરી છે. જા કે આ નવી નિમણૂકોથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ભાજપના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂતી મળે છેકે કેમ તે હવે જાવું રહેશે.