ગુજરાતમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ ગુજરાતના ડેમોમાં સંગ્રહિત પાણીની Âસ્થતિ ચિંતાજનક નજરે પડી રહી છે. આજે, ૨૩ સપ્ટેમ્બરની સ્થિતિએ ગુજરાતમાં કુલ ૨૦૭ ડેમમાંથી માત્ર ૩૨ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ડેમોમાં સંગ્રહિત પાણીના જથ્થા મામલે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટÙની હાલત સૌથી ખરાબ છે. સરદાર સરોવર નર્મદા ડેમને બાદ કરવામાં આવે તો ગુજરાતના ૨૦૬ ડેમમાં સરેરાશ ૭૧.૬૦% પાણી છે. જા સરદાર સરોવરને ધ્યાનમાં લઈએ તો ગુજરાતના ૨૦૭ ડેમમાં સરેરાશ ૮૧.૭૮% પાણીનો સંગ્રહ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આવેલા ડેમોમાં સરેરાશ ૧૦ ટકાથી પણ ઓછો પાણીનો સંગ્રહ છે. બનાસકાંઠાના ડેમોમાં સરેરાશ ૨૦.૧૭ ટકા તો પોરબંદર ડેમોમાં સરેરાશ ૧૭.૭૨% પાણી છે. જૂનાગઢ જિલ્લાના ડેમોમાં પણ સરેરાશ ૨૭.૦૭% પાણી છે. વિસ્તાર પ્રમાણે ડેમોની Âસ્થતિ જાઈએ તો…
૧) ઉત્તર ગુજરાતઃ કુલ ૧૫ ડેમમાંથી ફક્ત ૨ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ૧૫ ડેમમાં કુલ સરેરાશ ૪૬.૬૭ ટકા પાણીનો સંગ્રહ છે.અરવલ્લી ૬૮.૨૫%,બનાસકાંઠા ૨૦.૧૭%,મહેસાણા ૫૩.૨૧% સાબરકાંઠા ૫૭.૬૪%
૨) મધ્ય ગુજરાતઃ કુલ ૧૭ ડેમમાંથી ફક્ત ૩ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ૧૭ ડેમમાં કુલ સરેરાશ ૭૧.૧૬ ટકા પાણીનો સંગ્રહ છે: છોટાઉદેપુર ૮૮.૭૦%,દાહોદ ૮૦.૦૮%,ખેડા ૪૮.૧૫%,મહીસાગર ૬૯.૨૬% પંચમહાલ ૬૩.૫૯% ૩) દક્ષિણ ગુજરાતઃ કુલ ૧૩ ડેમમાંથી ૮ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ૧૩ ડેમમાં કુલ સરેરાશ ૮૪.૮૬ ટકા પાણીનો સંગ્રહ છે.ભરૂચ ૯૯.૯૭%,નર્મદા ૯૦.૬૫%,નવસારી ૧૦૦.૦૦%,સુરત ૮૭.૦૫%,તાપી ૮૩.૩૩%,વલસાડ ૯૮.૧૦%,
૪) સૌરાષ્ટ્ર કુલ ૧૪૧ ડેમમાંથી ફક્ત ૧૮ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ૪૧૪ ડેમમાં કુલ સરેરાશ ૫૧.૩૬ ટકા પાણીનો સંગ્રહ છે. અમરેલી ૭૦.૮૫%,ભાવનગર ૯૯.૦૨%,બોટાદ ૫૬.૫૪%, દેવભૂમિ દ્વારકા ૦.૭૮%,ગીર-સોમનાથ ૫૦.૫૯%,જામનગર ૯.૩૯%,જૂનાગઢ ૨૭.૦૭%,મોરબી ૬૭.૨૮%,પોરબંદર ૧૭.૭૨%, રાજકોટ ૪૨.૦૭%,સુરેન્દ્રનગર ૭૧.૮૮%
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની કુલ ક્ષમતા ૯૪૬૦ એમસીએમ છે. હાલ ડેમમાં ૯૩૪૪ એમસીએમ પાણીનો જથ્થો છે. એટલે કે નર્મદા ડેમ ૯૮.૭૭ ટકા ભરાયેલો છે. ડેમની હાલની સપાટી ૧૩૮.૩૨ મીટર છે. ડેમની કુલ ક્ષમતા ૩૮.૬૮ મીટર છે.સરદાર સરોવરને બાદ કરતા રાજ્યના મુખ્ય ૨૦૬ ડેમમાં પાણીની Âસ્થતિ જાઈએ તો ૪૭ ડેમમાં ૯૦ ટકાથી વધારે પાણી છે. ૧૧ ડેમ એવા છે જેમાં પાણીનું સ્તર ૮૦થી ૯૦ ટકા વચ્ચે છે. ૧૨ ડેમ એવા છે જેમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. ૧૩૬ ડેમ એવા છે જેમાં પાણીનો સંગ્રહ ૭૦ ટકાથી પણ ઓછો છે.