સાવરકુંડલાના સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવારે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ ભાઈઓ-બહેનોની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય ઉદ્‌ઘાટન યોજાયું હતું. આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા રમત-ગમત અધિકારી પૂનમબેન ફુમકીયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુધ્ધસિંહ રાઠોડ, રાજુભાઈ નાગ્રેચા, શહેર ભાજપ મહામંત્રી મોહિતભાઈ સુદાણી તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.તાલુકા કક્ષાએ પણ ભવ્ય અને આધુનિક સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ જેમના થકી ઉભું થયું છે તેવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સર્વે વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાના આયોજક-સંચાલક તથા કે.કે. હાઈસ્કૂલ પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના મહામંત્રી બીપીનભાઈ રાઠોડનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.