લાઠી તાલુકાની APMC ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે અને ખેડૂતોને તેમની પેદાશોનું સીધું વેચાણ કરીને યોગ્ય બજારભાવ મળી રહે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. APMC ના ફાર્મર શેડ વિભાગ-૧ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચેરમેન દકુભાઈ પડસાલા અને વજુભાઈ શંકરના હસ્તે વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફના સંયુક્ત ઉપક્રમે આ પહેલ સાકાર બની છે. પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા જાળવવા, પર્યાવરણનું સંવર્ધન કરવા તેમજ માનવ સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.






































