કિરોન પોલાર્ડે ટી ૨૦ ક્રિકેટમાં એક એવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. પોલાર્ડ હવે આંતરરાષ્ટÙીય ક્રિકેટ રમતો નથી, પરંતુ જ્યારે પણ તેને તક મળે છે, ત્યારે તે કોઈને કોઈ લીગમાં ટી ૨૦ ક્રિકેટ રમવાનું શરૂ કરે છે. હાલમાં, એમએલસી (મેજર લીગ ક્રિકેટ) ચાલી રહી છે, અને તેણે તેમાં મોટો ધમાલ મચાવી છે. તેણે ૧૦૦૦ છગ્ગા ફટકાર્યા છે, અને હવે ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ જાખમમાં છે.મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે. વોશિંગ્ટન ફ્રીડમ અને એમઆઈ ન્યૂ યોર્ક વચ્ચેના એલિમિનેટર મેચમાં કીરોન પોલાર્ડે ભારે તબાહી મચાવી હતી. જાકે નિકોલસ પૂરને પણ માત્ર ૩૩ બોલમાં ૧૦૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ પોલાર્ડની ઇનિંગ વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ. પોલાર્ડે માત્ર ૨૫ બોલનો સામનો કર્યો અને ૬૪ રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગમાં ફક્ત એક ચોગ્ગો અને આઠ છગ્ગા ફટકાર્યા.આ આઠ છગ્ગા સાથે, પોલાર્ડ હવે ટી૨૦ ક્રિકેટમાં ૧,૦૦૦ છગ્ગા ફટકારી ચૂકયો છે. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે વિશ્વનો માત્ર બીજા બેટ્‌સમેન છે. ક્રિસ ગેલે ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ ૧૦૫૬ છગ્ગા ફટકાર્યા છે. ગેલે ૨૦૦૫ થી ૨૦૨૨ સુધી ટી૨૦ ક્રિકેટ રમી હતી. પોલાર્ડે પણ એક વર્ષ પછી, ૨૦૦૬ માં ટી૨૦ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી રમી રહ્યો છે. જાકે, ક્રિસ ગેલે આ સિદ્ધિ માત્ર ૪૬૩ મેચમાં હાંસલ કરી હતી, જ્યારે પોલાર્ડે ૭૪૫ મેચ રમી હતી.રસપ્રદ વાત એ છે કે, નિકોલસ પૂરનની સદી અને કિરોન પોલાર્ડની વિસ્ફોટક ઇનિંગ છતાં, તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો. એમઆઈ ન્યૂયોર્કે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૬ રન બનાવ્યા. જવાબમાં, વોશિંગ્ટન ફ્રીડમે ૧૮.૪ ઓવરમાં ફક્ત ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. સ્ટીવ સ્થેમિ ૪૮ બોલમાં ૧૧૦ રનની અણનમ ઇનિંગ રમી. એન્ડ્રીસ ગૌસે ૫૧ બોલમાં ૧૩૨ રનની શાનદાર ઇનિંગ રમી