સાવરકુંડલાની કન્યાશાળા નં-૨ની ૧૭૦ બાળાઓ માટે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સૌજન્યથી ‘એક્સપોઝર વિઝિટ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ ધોરણ ૫ થી ૮ની બાળાઓએ શહેરના ગૌરવ સમાન ‘અટલ અમૃત સરોવર’ અને અત્યાધુનિક ‘સ્પોટ્‌ર્સ સંકુલ’ની મુલાકાત લઈને વિકાસકાર્યો નિહાળ્યા હતા. નગરપાલિકા દ્વારા બાળાઓ માટે વાહન વ્યવસ્થા અને પૌષ્ટિક અલ્પાહારનું પણ આયોજન કરાયું હતું. આચાર્યા ભારતીબેન રાઠોડ અને સ્ટાફે નવી પેઢીને શહેરના પ્રકલ્પોથી માહિતગાર કરવા બદલ મેહુલભાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.