અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ દરમિયાન અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો હરેશભાઈ કાબરીયા, ચિરાગભાઈ ચાવડા, કોમલબેન રામાણી અને પરીતાબેન ભેસાણીયાએ સંજોગ ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઉમેદવારોએ આગામી ચૂંટણીમાં પોતાની જીતનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો મતદારો તેમને સેવા કરવાની તક આપશે, તો તેઓ વિસ્તારના બાકી રહેલા તમામ જનહિતના પ્રશ્નોને અગ્રતા આપીને ઉકેલશે. આ તકે તેમની સાથે સંજયભાઈ રામાણી, સંજયભાઈ ભેસાણીયા, સમીપભાઈ લાખાણી, મનોજભાઈ કાબરીયા અને મયુરભાઈ ખાનપરા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.









































