અમરેલીમાં “તું અમારી કેમ પંચાત કરે છે” તેમ કહી એક યુવકને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.આ બનાવ અંગે બળવંતભાઈ ઉર્ફે બળુ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. ૩૨) એ જીતેશભાઈ જગાભાઈ પરમાર, જયંતીભાઈ જગાભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર તથા રઘુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જીતેશભાઈ પરમારે બળવંતભાઈને “તું અમારી કેમ પંચાત કરે છે” તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ, તેમણે જમણા પગની ઘૂંટીના ભાગે બાવળના લાકડાનો ધોકો ફટકાર્યો હતો.આ ઉપરાંત, તમામ આરોપીઓએ ભેગા મળીને યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































