લીલીયા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન લીલીયા ટાઉનમાં આવેલી બે અલગ-અલગ મોબાઈલની દુકાનોમાં નિયમોનો ભંગ થતો હોવાનું જણાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.લીલીયાના નાવલી બજાર રોડ પર આવેલી ‘મારુતિ મોબાઈલ’ નામની દુકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્‌યું હતું કે, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવા સીમકાર્ડના વેચાણ અંગે જે કડક માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેનો દુકાનદાર દ્વારા અમલ કરવામાં આવતો ન હતો. નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ પોલીસે દુકાનદાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.બીજા કિસ્સામાં નાવલી બજારમાં જ આવેલી ‘મોમાઈ મોબાઈલ’ નામની દુકાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જાહેરનામા મુજબ તમામ કોમર્શિયલ સેન્ટરો અને એકમો પર ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા અને તેનું ઓછામાં ઓછું ૩૦ દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ દુકાનમાં લગાવેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરા કાર્યરત નહોતા. કેમેરામાં ૩૦ દિવસના ડેટા સ્ટોરેજની ક્ષમતા પણ નહોતી. લીલીયા પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.