દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતભરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બૂટલેગરોને પોલીસની કાર્યવાહીનો જાણે કોઈ ડર રહ્યો ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં ડિહાઇડ્રેશનના પ્લાન્ટની આડમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી કરી જુદી જુદી બ્રાન્ડની નકલી દારૂની બોટલો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ મામલે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિગતે વાત કરીએ તો, ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંદરણી ગામે ડિહાઇડ્રેશનના પ્લાન્ટની આડમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. જેના આધારે પોલીસે ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે દરોડા દરમિયાન ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં ડુપ્લીકેટ દારૂ બનાવતી આખે આખી ફેક્ટરી સેટ કરેલી મળી આવી હતી.
બાતમીને આધારે પોલીસે રેડ કરતા ફેક્ટરીમાં પાછળના ભાગે આવેલી એક રૂમમાં કેટલાક શખ્સોએ જુદી-જુદી બ્રાન્ડની બોટલોમાં ડુપ્લીકેટ દારૂ ભરતા રંગે હાથ પકડાયા હતા. જેઓની પૂછપરછ કરતા તેઓ આ ડિહાઇડ્રેશનના પ્લાન્ટની આડમાં નકલી દારૂ માટે આખેઆખી ફેક્ટરી ઊભી કરી, તેમાં નકલી દારૂ બનાવી તેનું જુદી-જુદી બ્રાન્ડની બોટલોમાં પેક કરી વેચાણ કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.
વિગતે વાત કરીએ તો, ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંદરણી ગામે ડિહાઇડ્રેશનના પ્લાન્ટની આડમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. જેના આધારે પોલીસે ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે દરોડા દરમિયાન ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં ડુપ્લીકેટ દારૂ બનાવતી આખેઆખી ફેક્ટરી સેટ કરેલી મળી આવી હતી.
નોંધનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠામાં થરા પોલીસે માંડલા ગામે ખેતરમાં ધમધમતી નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. ચેલા અણદાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મીની ફેક્ટરી બનાવી કેટલાક શખ્સો બેરલમાં કેમિકલ મિક્સ કરીને દારૂ તૈયાર કરતા હતા. કેમિકલથી દારૂ તૈયાર કરી આ લોકો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર લગાવતા હતા. ત્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન આ કૌભાંડનો મુખ્ય આરોપી જયેશ ઠાકોર ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ફેક્ટરીમાંથી દારૂ બનાવવા વપરાતી મશીનરી સહિત રૂ. ૫ લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી આરંભી છે, ત્યારે દારૂબંધી વાળા ગુજરાતમાં સતત બે દિવસે નકલી દારૂની ફેક્ટરીઓ ધમધમતી પકડાતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.









































