રાજુલાના ભેરાઈ મુકામે સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઈન્ડસ્ટ્રીઝ અને ગામના આગેવાન લક્ષ્મણભાઈ વી. રામના સંયુક્ત સહયોગથી સ્થાનિક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા દેવપરા શાળામાં ફાયર અને સેફ્‌ટી ટ્રેનિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોઈપણ ઈમરજન્સી સમયે સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું, અન્ય લોકોના જીવ કેવી રીતે બચાવવા અને આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ફાયર ઓફિસર એલ.વી. રામ અને કાર્તિક પંડ્‌યા દ્વારા આગ ઓલવવા માટેનો લાઈવ ડેમો રજૂ કરાયો હતો. આ તાલીમમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.