સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો અને ખેતમજૂરો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ ખર્ચ કરી નાખ્યો છે, પરંતુ પાક સમયે વરસાદ ખેંચાતા ચિંતા વધી છે. ખેતી પર નભતા મજૂરોને પણ પૂરતી મજૂરી મળતી નથી. આવી સ્થિતિમાં તહેવારો દરમિયાન મોટા મેળાઓ અને બિનજરૂરી ખર્ચ ટાળીને કરકસર અપનાવવી જોઈએ. બાળકોને પણ કરકસરનું મહત્વ સમજાવવું જરૂરી છે. તેમ હોસ્ટેલ ડાયરેકટર પટેલ સંકુલના વલ્લભભાઈ રામાણીએ જણાવ્યું હતુ.