વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન તથા બેટરીની ચોરી થઈ હતી. આ અંગે
ગોંડલના દેવળા ગામે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ વાઘેલા (ઉં.વ.૪૬)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વાવવા રાખેલી ખાખરીયા ગામની સીમમાં આવેલી વાડીમાંથી અજાણ્યો ઇસમ ઝટકા મશીન અને બેટરી મળી કુલ રૂ. ૧૦,૦૫૬ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. કલસરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.