અમરેલી નગરપાલિકા દ્વારા તા. ૦૩ના રોજ કાર્યપાલક ઇજનેર, પીજીવીસીએલ કચેરી અમરેલીને એક પત્ર લખવામાં આવેલ છે. પત્રમાં જણાવ્યું છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરો જાહેર માર્ગો, રહેણાંક વિસ્તારો અને દુકાનો પાસે આવેલ છે, ત્યાં યોગ્ય સુરક્ષા ન હોવાથી લોકો કચરો નાખે છે અને ગંદકી થાય છે. સફાઈ કર્મચારીઓને કામ દરમિયાન વીજ ઉપકરણોના સંપર્કમાં આવવાથી વીજશોક લાગવાનો ખતરો રહે છે. તેથી ટ્રાન્સફોર્મર ફરતે મજબુત બેરીકેટીંગ કે કેજ બનાવવા, જરૂરી જગ્યાએ ગેટ રાખવા તથા “DANGER” ના બોર્ડ લગાવવા વિનંતી કરાઈ છે. ખાસ કરીને શાળા અને બજાર નજીકના ટ્રાન્સફોર્મરને પ્રાથમિકતા આપવા કહેવાયું છે. પત્ર અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાએ પીજીવીસીએલ સહિત રાજયના ઉર્જામંત્રીને પણ નકલ મોકલી છે.