અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા લાઠી (ITI) ખાતે આજે રોજગાર ભરતીમેળો લાઠીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો ૩૦ જુલાઈ, ગુરુવારે સવારે ૧૧ વાગ્યે ITI લાઠી ખાતે યોજાશે. મેળામાં EDF ઇન્ટરનેશનલ નેટવર્ક્સ કંપની દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની વય ૧૮થી ૫૦ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.ITI ઇલેક્ટ્રીશિયન અથવા વાયરમેન સાથે ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ અને એક વર્ષનો અનુભવ આવશ્યક રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૨૫ હજાર માસિક વેતન મળશે અને કામગીરી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેશે. આ ભરતીમાં માત્ર પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે.









































