રાજુલા ખાતે આવેલી જી.એમ.બી. પોલીટેકનિકમાં ત્રિ-દિવસીય ખેલ મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોટ્ર્સ ફેસ્ટિવલમાં ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, ડિસ્ક થ્રો, ગોળા ફેંક, બેડમિન્ટન, દોડ, કેરમ, ચેસ, સુડોકુ અને એક મિનિટ ગેમ સહિત કુલ ૧૫ જેટલી વિવિધ રમતો યોજાઈ હતી. કાર્યક્રમમાં ૧૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને મેડલ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે આચાર્ય પ્રો. ડી.વી. ખખ્ખરે જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને સફળ આયોજન બદલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.









































