સાવરકુંડલા ખાતે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા ગાંધી મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘આત્મનિર્ભર ભારત’ની ઝલક પ્રદર્શિત કરવાનો હતો, જેમાં વિવિધ પ્રદર્શનો અને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.મેળામાં ગ્રામ્ય હસ્તકલા, ખાદી ઉત્પાદનો, વિવિધ યોજનાઓ અને મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોના સ્ટોલ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ આયોજન મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના સિદ્ધાંતોને અનુરૂપ હતું, જેનો હેતુ ગ્રામ્ય વિકાસને વેગ આપવાનો અને સમાજમાં નવી પ્રેરણા જગાવવાનો હતો.