એપ્રિલ-૨૦૨૬માં લેવાયેલ એસ.વાય.બી.એ. (સેમેસ્ટર-૦૪) ની પરીક્ષામાં મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ,અમરેલીનું ૯૧.૬૦% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં મુખ્ય સમાજશાસ્ત્ર વિષય સાથે ડાભી ધ્રુવી બાબુભાઈએ ૮૯.૬૪% ગુણ મેળવી પ્રથમ, કલસારા દષ્ટિ મયુરભાઈએ ૮૮.૩૬% સાથે દ્વિતીય અને શાહમદાર અમીના સીરાજશાએ ૮૮.૧૮% ગુણ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. કોલેજના અધ્યાપકોનું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીનીઓની મહેનત આ ઝળહળતી સફળતાનું મુખ્ય કારણ છે. આ ગૌરવવંત સિદ્ધિ બદલ સંસ્થાના સ્ટાફમિત્રો અને વિદ્યાસભાના પદાધિકારીઓએ તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.