ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અમરેલી નગરપાલિકાના વોર્ડ નં. ૩ના સદસ્યો અને ગૌરવભાઈ મહેતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે નગરપાલિકા સદસ્ય નિખિલભાઈ આશર, દેવરાજભાઈ બાબરિયા, સમીરભાઈ જાની, પ્રવીણભાઈ બારૈયા, રોહિતભાઈ રાઠોડ, તુલશીભાઈ મકવાણા, આરતીબેન અટારા અને જયાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.