લાઠીના કેરાળા ગામે સર્પદંશથી કિશોરનું સારવારમાં મોત થયું હતું. મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના જોબટના અને હાલ કેરાળા ગામે વાડીએ રહેતા નરૂભાઈ સોહરાબસિંગ બામનીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, રતનભાઇ નરુભાઇ બામનીયા (ઉ.વ.૧૬)ને જમણા ખભાના ભાગે ઝેરી સાપ કરડી જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા.








































