મહારાષ્ટÙના ભંડારા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના આજે (શુક્રવારે) સવારે બની હતી જ્યારે એક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો અને પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા.નાગપુર-રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પિંપળગાંવ રોડ વિસ્તારમાં ભાઉ ધાબા પાસે અકસ્માત થયો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને સાકોલી સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર મળતાં, સ્થાનિકો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.ભંડારા જિલ્લા પોલીસ અધિક્ષક નૂરુલ હસને ઘટનાની પુષ્ટિ કરી હતી. એસપીએ જણાવ્યું હતું કે નાગપુર-રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પિંપળગાંવ રોડ નજીક એક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. અન્ય ત્રણ ઘાયલોને સાકોલી સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની વધુ વિગતોની રાહ જાવાઈ રહી છે.અગાઉ, નાંદેડ હાઇવે પર એક ભયાનક દ્રશ્ય સર્જાયું હતું જ્યારે ટ્રક-વાન વચ્ચે ટક્કરમાં છ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ રસ્તા પર વિકૃત મૃતદેહો જાવા મળ્યા હતા. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ પણ થયા હતા.ગયા ગુરુવારે સાંજે લગભગ ૬ઃ૩૦ વાગ્યે નાંદેડ-ભોકર હાઇવે પર વાકડ ગામ નજીક આ અકસ્માત થયો હતો. ટક્કરમાં વાન ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તેનો આગળનો ભાગ ગંભીર રીતે કચડી ગયો હતો અને ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો.