ગુજરાતમાં ઉનાળુ ઋતુમાં વવાતા પાકોમાં મગફળીએ ખુબ જ અગત્યનો તેલીબિયાં પાક છે. આ પાકની જુદી જુદી અવસ્થાએ જુદા જુદા પ્રકારના રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જો આવા રોગને ઓળખીને સમયસર તેના નિયંત્રણ માટે ચોક્કસ પગલાં લેવામાં ન આવે તો ખેડૂતોને ઘણીવાર ખુબ મોટું આર્થિક નુકશાન વેઠવું પડે છે. મગફળીમાં ખાસ કરીને ઉનાળુ વાવેતરમાં આવતા રોગની ઓળખ અને તેમના નિયંત્રણ વિશેની વિસ્તૃત માહિતી નીચેમુજબ છે.
(૧)કોલાર રોટ /ઉગસુક
રોગ પ્રેરક અને લક્ષણોઃઆ રોગ એસ્પરજીલસનાઈઝર નામની ફુગથી થાય છે. આ ફુગથી થતા રોગને ઉગસુકનો રોગ પણ કહેવામાં આવે છે.આ ઉપરાંત સ્ફુરણ થયા પહેલા તથા સ્ફુરણ થયેલા દાણાના સડાના રોગ તરીકે પણ ઓળખાય છે.કોલારરોટ/ઉગસૂકનો રોગ રેતાળ તેમજ મધ્યમ કાળી જમીનમાં વધુ જોવા મળે છે. સૌરાષ્ટ્રમા ખાસ કરીન જૂનાગઢ અનેરાજકોટ જીલ્લામાં આ રોગ ચોમાસુ ઋતુ દરમિયાન વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગની ફૂગમુખ્યત્વે જમીનમાં રહે છે.ખાસ કરીને સડેલા છોડના અવશેષો તેમજ બિયારણની સપાટી પર આ રોગની ફૂગરહેલ હોઈ તે પણ રોગ ઉદ્ભવવા માટે નિમિત બને છે. આફૂગ ૩૦૦સે. કરતા વધુ તાપમાનનેપણ રહીશકે છે.
આ રોગના પ્રથમ લક્ષણમાં બીજ ઉગી શકતા નથી. બીજ જમીનમાં જ સ્ફુરણ થયા પહેલા સડી જાય છે અને ઉગવાની શક્તિ ગુમાવે છે. આવા બીજ બહારકાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુંઓ તેના પર છવાયેલા હોય છે.આ રોગ ઉગ્યા પહેલા આવે તો આગોતરો સડો કહેવાય છે. છોડનું જમીનમાંથી સ્ફુરણ થયા બાદ લગભગ ફૂગના કારણે જમીનની સપાટીએથી છોડ તૂટી જાય છે. આવા લક્ષણોથી સુકાતા રોગને પાછોતરો સુકારો કહેવાય છે. મોટેભાગે આ રોગ વાવણીની શરૂઆતની અવસ્થામાં વધારે જોવા મળે છે પરંતુ ક્યારેક પાકની પાછલી અવસ્થામાં પણ છોડ આ ફૂગને લીધે સુકાયેલા જોવા મળે છે.જીવાતનાં નુકસાન અને ઊંચા તાપમાનનાં લીધે આ રોગની તીવ્રતા વધે છે.
નિયંત્રણઃ
• ઉચ્ચ ગુણવતાવાળુ બિયારણ વાપરવુ જોઇએ.
• આ રોગ ફુગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતર માટે ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજને ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહિ.
• આંતરખેડ દરમ્યાન છોડને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.
• વહેલુ વાવેતર કરવુ તેમજ ઘઉ અને ચણા જેવા પાક સાથેની પાકની ફેરબદલી આ રોગના જીવાણુની વૃ્રુધ્ધિ અટકાવે છે.
• બીજને વાવતા પહેલા એક કિ.ગ્રા.બીજ દિઠ ૩ થી ૪ ગ્રામ ફૂગનાશક દવા જેવી કે થાયરમ અથવા મેન્કોઝેબકે ટેબ્યુકોનેઝોલ૨% ડી.એસ. ૧.૨૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૨૫% + મેન્કોઝેબ ૫૦%ડબલ્યુ.એસ. ૩ગ્રામ અથવા કાર્બોક્ષિન ૩૭.૫% + થાયરમ ૩૭.૫%ડબલ્યુ.એસ.૩ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૮.૫% + હેક્ઝાકોનાઝોલ ૧.૫% એફ.એસ. ૨ મિલી દવાનો પટ આપીને વાવેતર કરવુ.
• એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર સમયે ચાસમા ૫૦૦ કિ.ગ્રા./ હેક્ટર પ્રમાણમા નાખવો. (ક્રમશઃ)












































