કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનો ૨૦મી નવેમ્બરની (શુક્રવાર) રાત્રિથી પ્રારંભ થવાનો છે. તો જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો માહોલ અત્યારથી જ જામ્યો છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા છે. આ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પરિક્રમાના પ્રવેશદ્વાર ઇટવા ગેટ પાસે એકઠા થયા છે અને ગેટ ખોલવાની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. બીજી તરફ, પરિક્રમાનો માર્ગ ખુલવાની રાહ દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની પ્રકૃતિના ખોળે આરામ કરતા, ભોજન બનાવતા અને ભÂક્તમય માહોલમાં સમય પસાર કરતા જાવા મળી રહ્યા છે.
ગિરનારની ગોદમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ૨૦ નવેમ્બરની રાત્રે થવાનો છે. જાકે, પરિક્રમા શરૂ થવાને હજુ સમય બાકી હોવા છતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભવનાથ પહોંચી ગયા છે. ઇટવા ગેટ પાસે શ્રદ્ધાળુઓની ભીડ જાવા મળી રહી છે અને લોકો વહેલી તકે પ્રવેશદ્વાર ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.ગિરનારની લીલી પરિક્રમા સનાતન પરંપરા અને આસ્થાનું વિશેષ મહ¥વ ધરાવે છે. સામાન્ય રીતે દેવદિવાળીની રાત્રે ૧૨ વાગ્યે પરિક્રમાનો પ્રારંભ થાય છે. અગિયારસના દિવસે શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી દામોદરજી, ભવનાથ મહાદેવ અને દૂધેશ્વર મહાદેવનાં દર્શન કરે છે.ત્યારબાદ ગિરનારની તળેટીમાં રાત્રિ રોકાણ કરે છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દૂધેશ્વરની જગ્યા તેમજ રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ ઉત્તર દિશામાં પહાડો વટાવી અંદાજે સાડા ત્રણ માઈલનું અંતર કાપીને હસનાપુર અથવા જીણાબાવાની મઢી ખાતે રાત્રિ રોકાણ કરે છે.
પરિક્રમાની આતુરતામાં આવેલા શ્રદ્ધાળુઓ ગિરનારના કુદરતી વાતાવરણમાં સમય પસાર કરી રહ્યા છે. કોઈ વૃક્ષોની છાયામાં આરામ કરી રહ્યું છે, તો કોઈ પરિવાર અને મિત્રો સાથે ભોજન બનાવીને પરિક્રમાની શરૂઆતની રાહ જાઈ રહ્યું છે. ભવનાથમાં અત્યારથી જ ભÂક્ત, ઉત્સાહ અને મેળાવડા જેવો માહોલ જાવા મળી રહ્યો છે.
એક તરફ પરિક્રમાના પ્રારંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ભવનાથમાં સતત વધી રહેલી ભીડને કારણે લીલી પરિક્રમાનો માહોલ તેના વિધિવત પ્રારંભ પહેલાં જ રંગત પકડી રહ્યો છે. ગિરનારની પ્રકૃતિ વચ્ચે પરિક્રમાની ઘડીની રાહ જાઈ રહેલા શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ અને ભક્તિભાવ જાવા મળી રહ્યો છે.૩૬ કિમીના પરિક્રમાના રૂટ પર પાણી અને લાઈટની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પરિક્રમા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રહેશે. આ વર્ષે ઓછા વરસાદના કારણે સૂકા પાંદડા મોટા પ્રમાણમાં હોવાથી આગ લાગવાની ભીતિ છે. જેના પગલે વનવિભાગ દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.