રાજુલા માર્કેટિંગ યાર્ડના પટાંગણમાં પૂ.બજરંગ બાપાની ૫૦મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય બેઠક યોજાઈ હતી. જેમાં રાજુલા, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારના બાપા સીતારામના વિવિધ મંડળોના ભાઈ-બહેનો અને સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આગામી તા. ૧૯ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૭ સુધી બગદાણા ખાતે ૧૦૮ કુંડી મહાવિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દરમિયાન ચોવીસ કલાક રસોડાની વ્યવસ્થા રાખવામાં આવશે. ૮૮૦ ગામના મહિલા મંડળો તથા ૪૬૪ ભાઈઓના મંડળો વિવિધ સેવા કાર્યમાં જોડાશે.
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સેવાભાવી મંડળોના કાર્યની પ્રશંસા કરી હતી. બેઠકમાં બગદાણાની સમગ્ર ટીમ સહિત આગેવાનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.








































