ધારી તાલુકાના ઝરપરા ગામેથી ઝર ગામ સુધી નવા બનતા પેવર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝર ગામના સરપંચ દિલાવરભાઈ લલીયા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, અમરેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરબાપુ, રહીમભાઈ લલીયા, અનુભાઈ લલીયા, તાલુકા પંચાયત સદસ્ય પોપટભાઈ દાફડા, ઝરપરા સરપંચ છગનભાઈ સોલંકી, વશરામભાઈ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ઝરથી ઝરપરા રોડનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. આ તકે ગ્રામજનોએ ધારાસભ્ય જે.વી. કાકડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.