દામનગર-ઢસા રોડ પર આવેલા દહીંથરા ગામની ગૌશાળાથી આગળ ઢસા તરફના ભડિયા વિસ્તારમાંથી એક ડમ્પરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની ૧૯ બોટલ ઝડપાઈ હતી.આ ઉપરાંત, રૂગનાથપુર (ખોડી) ગામેથી બે લિટર તથા જાફરાબાદ સામાકાંઠા ફિશિંગ જેટીમાંથી બે લિટર મળી કુલ ચાર લિટર દેશી દારૂ પકડાયો હતો. જ્યારે અમરેલીમાંથી ત્રણ તેમજ કોટડા, સાવરકુંડલા અને કાંચરડીમાંથી એક-એક મળી કુલ છ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.









































