સનરાઈઝ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂહી ભોરણીયાએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે તે અમરેલી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તા.૨૬ સપ્ટેમ્બરે એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. રૂહીના વક્તવ્યથી પ્રભાવિત થઈ તેમણે તેના વ ખાણ કર્યા હતા. રૂહી અગાઉ પણ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી ચૂકી છે.