અમરેલીમાં રિક્ષાવાળા સાથે માથાકૂટ ન કરવા સમજાવતાં એક યુવકના માથામાં હથોડી મારવામાં આવી હતી. બનાવ સંદર્ભે અરમાનભાઈ મેપભાઈ મલેક (ઉં.વ. ૨૧) નામના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા તેમના મિત્ર ચિતલ રોડ પર આવેલી અંધશાળા સામેના બાંકડા પર બેઠા હતા. તે સમયે મોટરસાયકલ પર સવાર ત્રણ અજાણ્યા શખસો એક વયસ્ક રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રહ્યા હતા.જેથી ફરિયાદીએ તેમને રિક્ષાવાળા સાથે માથાકૂટ ન કરવા સમજાવતાં, ત્રણેય શખસોએ ઉશ્કેરાઈને જેમ-તેમ ગાળો આપી હતી. ઉપરાંત, યુવકના માથાના પાછળના ભાગે હથોડી મારી પાંચેક ટાંકા આવે તેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.એન. માલકિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


































